ઘરમાં છલકાશે સુખ-શાંતિ અને બરકત, હનુમાનજી સામે કરો આ 3 ઉપાય

 બાળકો પર નકારાત્મક શક્તિઓનો અસર સૌથી પહેલાં થાય છે કારણ કે, તેમનું મન અને મસ્તિષ્ક વડીલોની સરખામણીમાં ઘણું નબળું હોય છે. આપણે જોઇએ છીએ કે, કોઇપણ વ્યક્તિ એકધાર્યું બાળકને જુએ તો બાળક વિચલિત થઇ જાય છે અને રડવા લાગે છે. આવા અનેક કારણ છે જે બાળકોને પરેશાન કરે છે. આ કારણોથી બાળકો મોટાભાગે બીમાર પણ રહે છે તથા તેમને કોઇપણ જાતનો ભય લાગતો નથી. થોડાં સાધારણ ઉપાય કરી બાળકોની આ સમસ્યાઓને દૂર કરી શકાય છે. આ ઉપાય આ પ્રકારે છે.


1. તમારા બાળકોને સતત નજર લાગતી હોય તો મંગળવારે એક ચાંદીના તાવીજમાં હનુમાનજીના ચોલામાં સિંદૂર ભરી લેવું અને તેને કાળા દોરામાં પોરવીને પોતાના બાળના ગળામાં પહેરાવી દેવું.


2. જો બાળકોને અંધારામાં કે પછી કોઇ અન્ય સ્થાને જવામાં કોઇપણ જાતનો ભય લાગતો હોય તો શુક્લ પક્ષના કોઇપણ મંગળવારે શ્રીહનુમાન ચાલીસાની પુસ્તક લઇને હનુમાનજીના મંદિરમાં અર્પણ કરવી. ત્યાર પછી હનુમાનજીના જમણા ખંભાના સિંદૂરથી બાળકને તિલક લગાવીને મૂર્તિની સામે લાલ આસન પર બેસાડી દેવું અને હનુમાન ચાલીસાનો પાઠ 11 વાર કરવો. આવું કરવાથી બાળકનો ભય દૂર થાય છે.


3. જો તમારું બાળક મોટાભાગે બીમાર રહે છે તો ઉપચારની સાથે-સાથે હનુમાનજીનો આ ઉપાય પણ કરી શકો છો. શુક્લ પક્ષના પહેલાં મંગળવારે એક અષ્ટધાતુનું કડું બનાવીને લઇ આવવું અને તેને હનુમાનજીની મૂર્તિ સામે રાખી દેવું. ત્યાર પછી હનુમાનજીના જમણાં પગનું સિંદૂર કડા પર લગાવવું પંચમુખી શ્રીહનુમાન કવચ, બજરંગ બાણ, હનુમાન બાહુક તથા 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો. ત્યાર પછી તે કડાને પોતાના બાળકના જમણાં હાથમાં પહેરાવી દેવું. સાથે જ, હનુમાનજીથી પ્રાર્થના કરવી કે, બાળક સ્વસ્થ રહે.


1. સિક્કાથી વધી શકે છે બરકતઃ-


તમે જેટલું કમાવ છો તેટલું જ ખર્ચ પણ થઇ જાય છે તો સમજી લો તમારા ઘરમાં બરકત રહેતી નથી. એટલે કે, તમે જેટલું કમાઇ લાવો છો તેમાંથી કંઇ જ બચતું નથી. જો તમારી સાથે પણ આ સમસ્યા બની રહી છે તો નીચે લખાયેલાં ઉપાય કરી શકો છો.


ઉપાયઃ-


બુધવારે કોઇપણ સમયે જ્યારે કોઇ કિન્નર જોવા મળે તો તેને પોતાની શક્તિ મુજબ થોડાં રૂપિયા ભેટ કરવાં. સંભવ હોય તો તેને ભોજન પણ કરાવવું. ત્યાર પછી તે કિન્નર પાસેથી તમારે એક સિક્કો પાછો માંગી લેવો (તમારા દ્વારા આપેલ રૂપિયામાંથી નહીં પરંતુ કિન્નર પાસેથી તેના રૂપિયામાંથી એક સિક્કો માંગવો). આ સિક્કાને તમારે તમારા ગલ્લામાં, કેશ બોક્સ અથવા ધન સ્થાન પર રાખી દેવું. તમે જોઇ શકશો કે, થોડા જ દિવસોમાં તમારી સેવિંગ વધી જશે અને સાથે જ, તમારી ઇનકમ પણ વધી જશે.


2. પરિવારમાં સુખ-શાંતિ માટે કરવો આ ઉપાયઃ-


પરિવારના સભ્યોમાં વાદ-વિવાદ થતો રહે છે, પરંતુ જ્યારે તે રોજ થવા લાગે તો ઘરના વાતાવરણમાં અશાંતિ ફેલાય જાય છે. ક્યારેક-ક્યારેક આ વિવાદ કોઇ મોટી ઘટનાનું સ્વરૂપ પણ લઇ લે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે નીચે લખાયેલ ઉપાય કરવા-


ઉપાયઃ-


દરરોજ સવારે સૂર્યોદના સમયે ઘરના તે માટલાં અથવા વાસણમાંથી એક લોટો જળ જેમાંથી ઘરનું દરેક સભ્ય પાણી પીતું હોય અને તે જળને પોતાના ઘરના પ્રત્યેક રૂમમાં, ઘરની છત પર તથા દરેક સ્થાન પર છંટકાવ કરવો. આ દરમિયાન કોઇપણ વ્યક્તિ સાથે કોઇ પ્રકારની વાત કરવી નહીં તથા મનમાં જ ऊं शांति ऊं મંત્રનો જાપ કરતાં રહેવું. થોડા સમયમાં જ તમારી સમસ્યા દૂર થઇ જશે.


3. રોગથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાયઃ-


ભગવાન શંકર તેમના ભક્તોને દરેક પ્રકારના સુખ પ્રદાન કરે છે. ત્યાં સુધી કે, તેઓ મરણ પથારીએ રહેલ ભક્તને પણ નવું જીવન પ્રદાન કરી શકે છે. શિવ દરેક પ્રકારથી પોતાના ભક્તોને આરોગ્ય પ્રદાન કરે છે. સોમવારના દિવસે નીચે લખાયેલ મંત્રોનો ઉપાય કરવામાં આવે તો રોગથી છુટકારો મળી શકે છે.


ઉપાયઃ-


કોઇપણ સોમવારે ભગવાન શિવના મંદિરમાં જઇને શિવલિંગને દૂધ તથા કાળા તલનો અભિષેક કરવો. અભિષેક માટે તાંબાના વાસણને છોડીને કોઇ અન્ય ધાતુના વાસણનો જ ઉપયોગ કરવો. અભિષેક કરતી સમયે ऊं जूं स: મંત્રનો જાપ કરતાં રહેવું. ત્યાર પછી ભગવાન શિવથી રોગ નિવારણ માટે પ્રાર્થના કરવી. ભગવાન શિવની કૃપાથી તમે ઝડપથી રોગ મુક્ત થઇ શકો છો.


4. તેજ દિમાગ માટે કરો આ ઉપાયઃ-


જો તમારી બુદ્ધિ પ્રખર છે તો તમે કોઇપણ કામ ખૂબ જ સહજતાથી કરી શકો છો અને મોટામાં મોટા સંકટનો સામનો પણ કરી શકો છો. જો તમે ઇચ્છો છો કે, તમારું દિમાગ પણ કમ્યૂટરથી તેજ ચાલે તો નીચે લખાયેલ મંત્રનું વિધિ-વિધાનથી જાપ કરવો. આ મંત્રના જાપથી બુદ્ધિ તેજ થાય છે.


મંત્રઃ-


सर्वस्य बुद्धिरूपेण जनस्थ ह्रदि संस्थिते।

स्वर्गापवर्गके देवि नारायाणि नमोस्तुते।।


જાપ વિધિઃ-


– દરરોજ સવારે સ્નાન વગેરે કર્યા પછી તુલસીના છોડની સામે ઘીનો દીપક પ્રગટાવવો.

– ત્યાર પછી કુશના આસન પર બેસીને તુલસીની માળાથી આ મંત્રનો ઓછામાં ઓછી 108 વાર જાપ કરવો.

– થોડા જ દિવસોમાં તમને સ્વયંની અંદર પરિવર્તન અનુભવ થશે.


સાભાર: દિવ્ય ભાસ્કર.

તમારો અભિપ્રાય (Comments)