મૃત સંબંધોમાં પણ પ્રાણ પૂરવાનું કામ કરશે આ 8 ટિપ્સ, તૂટેલા સંબંધો જોડાશે ધીમે-ધીમે

સંબંધો ખૂબ જ નાજુક હોય છે. ખૂબ જ નાનકડી વાત પણ કોઈને દુઃખ પહોંચાડી શકે છે. ભલે તેમાં કંઈ ખોટું ન હોય પરંતુ સંબંધ તૂટવાનું કારણ બની શકે છે. સંબંધો માત્ર તૂટતા જ નથી, પરંતુ જોડાય પણ છે. તેના માટે જોઈએ માત્ર ઇમાનદાર પ્રયાસ અને ધીરજ.

સંબંધોનું જોડાવું જેટલું મુશ્કેલ છે તેને સાંચવીને રાખવું એટલું જ કઠિન. તેના વિપરીત તોડવા માટે એક આંચકો જ પૂરતો છે. આ આંચકો કંઈ પણ હોઈ શકે છે – કોઈ કડવી વાત, કોઈ બાબતે ઉપેક્ષા, કોઈ નાનકડી ભૂલ, ગેરસમજ અથવા અન્ય. મુશ્કેલ એ છે કે આવું જ્યારે પણ થાય છે તો તેનો પહેલાથી કોઈ અહેસાસ નથી થતો. ખબર ત્યારે પડે છે જ્યારે બનાવ બની ચૂક્યો હોય છે. આવી સ્થિતિમાં સમજદાર લોકો વાતને સાંચવવાના પ્રયાસ પણ કરે છે. કેટલીક વખત વાત બની પણ જાય છે, પરંતુ કેટલીક વખત પ્રયાસ વ્યર્થ સાબિત થાય છે. કવિ રહીમે કહ્યું છે –

રહિમન ધાગા પ્રેમ કા મત તોડો ચટકાય
તૂટે સે ફિર ના જુડે, જુડે તો ગાંઠ પડ જાય

કાયમ એવું જોવા મળ્યું છે કે આવા સંબંધોમાં જોડાયા પછી પણ ક્યાંક સળક રહી જાય છે. જોકે આધુનિક મનોવિજ્ઞાનનું માનવું છે કે આ મુશ્કેલ છે, અશક્ય નથી. જો સંબંધોમાં આવેલી તિરાડનું કારણ સમજીને યોગ્ય પ્રયાસ કરવામાં આવે તો સળક દૂર કરવી અશક્ય નથી. તેના પહેલા કે કોઈ તૂટેલા સંબંધોને નવેસરથી શરૂ કરવાના પ્રયાસ શરૂ કરવામાં આવે જરૂરી છે કે તેના વાસ્તવિક કારણની શોધ કરવામાં આવે.

પોતાની ભૂલ જુઓ

એવું જરૂરી નથી કે સંબંધ તૂટવાની બાબતમાં ભૂલ દરેક વખતે તમારી જ હોય પણ આવી સ્થિતિમાં સૌથી પહેલા પોતાની તરફ જ જોવું જોઈએ. મોટભાગે એવું થાય છે કે આપણે સ્થિતિઓને સમજ્યાં વિના જ બીજા પક્ષને જવાબદાર માની લેતા હોઈએ છીએ. એવું વિચાર્યા વિના જ કે આવું કર્યું તો પણ કઈ પરિસ્થિતિમાં. આપણે જે કર્યું તે શું યોગ્ય હતું? એવું જો નહોતું કે આપણે તેમની વાત સમજ્યાં વિના જ પ્રતિક્રિયા આપી દીધી અને તેમના દિલને ઠેસ પહોંચાડી. આવું કંઈક લાગે તો પોતાની ભૂલ સ્વીકારની, માફી માંગવામાં કોઈ વાંધો નથી. મોટભાગે માફી માંગવાથી જ બગડેલી વાત બની જાય છે. આ સમસ્યા તમારી સાથે વારંવાર આવતી હોય તો જરૂરી છે કે તમારા વ્યવહાર પર વિચાર કરો.

બીજાને સ્વીકારો

બીજામાં જ ભૂલ શોધવાનું એક કારણ એ પણ છે કે મોટાભાગે લોકો બીજાના વ્યક્તિત્વને સ્વીકારી નથી શકતા. દરેક વ્યક્તિ બીજાથી પોતાની ઉમ્મીદ ઉપર ખરા ઉતરવાની અપેક્ષા રાખે છે. ખાસ કરીને સંબંધોની બાબતમાં દરેકના મનમાં પોતાની એક ફ્રેમ હોય છે. બધા ઈચ્છે છે કે સંબંધિત વ્યક્તિ એ જ ફ્રેમમાં ફિટ બેસે. કેટલાક લોકો કોઈનું પણ આ ફ્રેમની બહાર જવું સહન નથી કરી શકતા. કેટલીક વખત તો તેઓ આવી વાતો પર ટોકવાનું પણ નથી ચૂકતા, જે ખોટી નથી હોતી. હા, એવું ચોક્કસ બની શકે છે કે તેઓ તેમની અપેક્ષા મુજબ ન હોય, પરંતુ દુનિયામાં બધું જ કોઈની અપેક્ષા મુજબ જ થાય એવું શક્ય નથી. આપણે વાત સમજવી જોઈએ કે દરેક વ્યક્તિનું પોતાનું વ્યક્તિત્વ છે. કોઈ પાસે પોતાના જેવું બનવાની અપેક્ષા અથવા તેને પોતાના મુજબ ઢળવાના પ્રયાસ ખતકરનાક સાબિત થઈ શકે છે. બહેતર રહેશે કે જે જેવા છે તેને તેવા જ સ્વીકાર કરો.

વ્યક્તિનું સન્માન

કોઈ પણ સંબંધ તૂટવાનું કારણ મોટભાગે અંહકાર જ હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ હોય છે શું? તેનું એક કારણ તો એ જ હોય છે કે આપણે બીજાના વ્યક્તિત્વને એવી રીતે નથી સ્વીકારી શકતા જેવા તે છે. બીજું એ કે કોઈ ઉપર પોતાના વ્યક્તિત્વ અને પોતાની અપેક્ષાઓને લાદવાનો પ્રયાસ કરવા લાગીએ છીએ. આવી સ્થિતિમાં જો બીજી વ્યક્તિ તમારા કરતા મજબૂત હોય તો તે પોતાને સાબિત કરવામાં લાગી જાય છે અને નબળો હોય તો સમર્પણ જેવી સ્થિતિમાં આવી જાય છે. આ બંને સ્થિતિ યોગ્ય નથી. બંને સ્થિતિમાં અહમ આવવો નક્કી છે. જો તમારી આવી કોઈ પ્રવૃતિને લીધે સંબંધ તૂટવાની તરફ આગળ વધી રહ્યો છે તો સાવચેત થઈ જાવ. પહેલા તો બીજા ઉપર તમારી અપેક્ષાઓ અને તમારું વ્યક્તિત્વ લાદવાનું બંધ કરો. ધીમે-ધીમે એ અહેસાસ કરાવો કે તમે સ્વયંને બદલવાનું શરૂ કર્યું છે. તમે હવે તેનાથી એવી કોઈ અપેક્ષા નથી કરતા જેને તેઓ પૂરી ન કરી શકે. સમય અને મૂડ જોઈને તેની સાથે વાત કરો જો હજુ પણ તેમને એવું લાગે છે કે તમે તેમના ઉપર પોતાની કોઈ અપેક્ષા અથવા વ્યક્તિત્વ લાદી રહ્યા છો તો તેઓ તે સ્પષ્ટ જણાવી દે.

પ્રશંસા છે જરૂરી

સંબંધો અંગત હોય કે પ્રોફેશનલ, બધા છોડ જેવા જ હોય છે. તે મજબૂત થતા રહે તેના માટે તેનું સિંચન જરૂરી છે અને સંબંધોનાં સિંચન માટે સારા કાર્યોની પ્રશંસા કરતા બહેતર પાણી બીજું કંઈ નથી હોઈ શકતું. કોઈ જ્યારે સારું કામ કરે છે તો તે પ્રશંસા ઈચ્છે છે. કોઈથી ભૂલ થઈ જવા પર તો આપણે સંભળાવી દેતા હોઈએ છીએ, પરંતુ સારા કામને તેની ફરજ માનીને ટાળી દેતા હોઈએ છીએ. આ વાત તેના મનમાં હતાશા ઉત્પન્ન કરે છે અને જ્યારે ભૂલ પર તેની આલોચના કરવામાં આવે છે તો તેનો ગુસ્સો નીકળવો સ્વાભાવિક છે. તેના વિપરીત જો સારું કામ કરવા પર કોઈની પ્રશંસા કરવામાં આવે તો ભૂલો પર ટોકવા પર પણ તેને ખરાબ નથી લાગતું. સારા કામની પ્રશંસા તેને હજુ સારા કામ કરવા પર પ્રેરિત પણ કરે છે. જો કોઈની પ્રશંસા કરવી મુશ્કેલ લાગતી હોય તો તેના વ્યક્તિત્વની નબળાઈ છે. તેનાથી બહાર નીકળવાના પ્રયાસ કરવા જોઈએ.

આભાર વ્યક્ત કરો

જે રીતે અપેક્ષાઓ સ્વાભાવિક છે એવી જ રીતે તેમના પૂરા થવા પર આભાર પણ દર્શાવો. કેટલીક વખત સંબંધો એટલે તૂટી જતા હોય છે કે આપણે પોતાનું કામ થઈ ગયા પછી સંબંધિત વ્યક્તિનો આભાર વ્યક્ત નથી કરતા. હા, જો તેમાં કોઈ કસર રહી ગઈ હોય તો ફરિયાદ જરૂર કરો. આપણને જે કંઈ મળ્યું છે, તેના પ્રત્યે આપણે ઈશ્વરનો આભાર નથી વ્યક્ત કરતા અને જે નથી મળ્યું તેના માટે ફરિયાદ કરતા રહીએ છીએ. સંબંધો બન્યાં રહે, તેના માટે આ માનસિકતાથઈ બહાર નીકળવું ખૂબ જરૂરી છે.

આ સંકેતો સમજો

જે રીતે કોઈ સંબંધ અચાનક જોડાતા નથી એવી જ રીતે એકાએક તૂટતા પણ નથી. સંબંધોને તૂટવામાં સમય લાગે છે અને તે પહેલા કે તે તૂટી જાય આ સંકેતો સમજવા જોઈએ.

ખામોશી – જો તમારી કોઈ અંગત વ્યક્તિ જેની સાથએ તમારી કાયમ વાત થતી રહેતી હોય છે તે અચાનક તમારી સાથે ખામોશ થઈ જાય તો સમજો કે સ્થિતિઓ સામાન્ય નથી. બની શકે છે તમારી કોઈ વાતથી તકલીફ પહોંચી હોય.

દરેક વાત માની લેવી – દરેક વ્યક્તિની પોતાની સમજ હોય છે. કોઈની વાતને સમજી વિચારીને માનવી એક સારી વાત છે, પરંતુ ચૂપચાપ માની લેવાનો અર્થ છે કે સામેવાળો વ્યર્થની દલીલમાં પડવા નથી ઈચ્છતો. આ સંકેત સારા નથી.

પીઠ પાછળ આલોચના – જો તમને કોઈ અંગત વ્યક્તિના વિશે એ જાણ થાય કે તેણે તમારા વિશે કોઈ અન્ય સામે નકારાત્મક ટિપ્પણી કરી તો બહેતર છે કે તેની સાથે સીધે વિનમ્રતાપૂર્વક વાત કરો. આ સ્થિતિ ત્યારે જ આવે છે જ્યારે તમે પોતાની આલોચના સાંભળવી સહન ન કરી શકતા હોવ.

સાભાર: દિવ્ય ભાસ્કર

તમારો અભિપ્રાય (Comments)