પાયરાવાસ્તુની ૧૬ સ્ટાર્ટ અપ યુક્તિઓ જે વ્યાવસાયિક નિયતિને બદલી શકે છે

સ્ટાર્ટ અપ… પાયરાવાસ્તુમાં તમારી કંપની/ફેક્ટરી માટે આધ્યાત્મિક કક્ષાની એક સંપૂર્ણ સ્ટાર્ટ-અપ યુક્તિ છે. ૧૬ કિંમતી યુક્તિઓ વ્યવસાયિક નિયતિને બદલે છે અને આ જ્ઞાાન સ્ટેપ બાય સ્ટેપ ચમત્કારો પણ સર્જી શકે છે. એક નવી વ્યક્તિ જ્યારે કંપની કે ફેક્ટરી શરૂ કરે ત્યારે નીચે મુજબના તબક્કાઓમાંથી તેને પસાર થવું પડે છે, આ વખતે શું કરવું જોઇએ? જાણીએ…

૦૧ યોગ્ય પ્રોજેક્ટ મેળવવા

પ્રોજેક્ટને કાગળ ઉપર મૂકવો એ ફેક્ટરી અથવા ધંધો શરૂ કરવાનું પ્રથમ પગલું છે. આ તબક્કે જ્યારે તમારી પાસે પ્લોટ અથવા ઈમારત નથી ત્યારે આ ફાઈલ ઘણી મહત્ત્વની મૂડી છે. જ્વલંત સફળતા માટે તમારી પ્રોજેક્ટ ફાઈલને ક્રિયાશીલ કરવાનું શરૂ કરો.

આટલું કરો

તમારે રજૂ કરવાની જરૂર હોય તેવી દરેક પ્રોજેકટ ફાઈલ પર એક પાયરા ચિપ મૂકો. બતાવ્યા પ્રમાણે કાં તો તમે તેને ઉપર અથવા અંદર ચોંટાડી શકો, આનાથી તમારા સ્વપ્નશીલ પ્રોજેક્ટને હકીકતમાં ફેરવવા ઉત્તેજન મળશે.
૦૨ નાણાં અને બેંકલોન મેળવવા

નાણાં એ આજની સૌથી મોટી મુશ્કેલી છે. યોગ્ય દરે અને યોગ્ય સમયે નાણાં મેળવવાં પણ અગત્યનાં છે. આધ્યાત્મિક શક્તિઓ દ્વારા નાણાપ્રવાહને ર્નિિવઘ્ને આગળ વધારી શકાય.

આટલું કરો

તમારી બેગ પર ડાબી બાજુના ખૂણામાં અથવા કામ કરવાનાં ટેબલ પર પિરામિડ યંત્રને ચોંટાડો કે ગોઠવો.
૦૩ પ્લોટ ક્રિયાશીલતા દ્વારા ઝડપી શરૂઆત

ફેક્ટરી માટેનું પ્રારંભબિદું પ્લોટ છે, તેને ક્રિયાશીલ કરવો અને ત્વરિત શરૂઆત કરવી!

આટલું કરો

તમારે પ્લોટનું કેન્દ્ર શોધવું. પ્લોટ નાનો હોય તો ૯ મલ્ટિયર અને મોટો હોય તો ૮૧ ગોઠવો, જો પ્લોટ ખૂબ મોટો હોય કે અવ્યવસ્થિત આકારનો હોય તો પણ તમારે ૮૧ના ગુણાંકમાં વધુ પિરામિડોની જરૂર પડશે. તમારી ફેક્ટરી પહેલેથી જ બંધાઈ ગયેલી હોય તો પણ પ્લોટ ક્રિયાશીલતા લાગુ પાડી શકાય છે. તમારે માત્ર પ્લોટ કે ઈમારતનું કેન્દ્ર જ શોધવું પડશે અને તેને મલ્ટિઅર પિરામિડોથી ચાર્જ કરવા પડશે.

૦૪ પ્લોટને વાતાવરણીય સ્પર્ધાથી બચાવવા

વાતાવરણીય સ્પર્ધા એટલે શું? આ આધ્યાત્મિક કક્ષાએ વિકસેલ તાણ છે; કારણ કે જેવા તમે એક પ્લોટ અથવા ઈમારત ખરીદો છો ત્યારે તમારી અને તેની વચ્ચે તથા આસપાસની ફેક્ટરીઓ અને વાતાવરણીય શક્તિઓની વચ્ચે પણ એકમેક પર તેની અસર થવાનો પ્રારંભ થાય છે.

આટલું કરો

એક વાસ્તવિક રક્ષણાત્મક દીવાલની જરૂરિયાત છે. બતાવ્યા પ્રમાણે હદની અંદર એક ફૂટ નીચે અને એકબીજાથી ૩ ફૂટના અંતેરે મલ્ટિઅર ગોઠવવું.

૦૫ ઝડપી વિકાસ

કેટલાંક ઔદ્યોગિક પ્લોટોમાં એવું જોવામાં આવ્યંુ છે કે કેટલાક ભાગ સામાન્ય સપાટી કરતાં ઊંચા અથવા નીચા હોય છે તે સલાહભર્યું નથી અને એને વાસ્તુ નડતરમુક્ત બનાવવો પણ જો તેમ ન થઈ શકે તો નીચે પ્રમાણે ઉપયોગ કરો.

આટલું કરો

ફકત ૯ મલ્ટિઅર પિરામિડ અને એલ આકારનો ૯ મલ્ટિઅર ગોઠવીને નીચેના ભાગના કેન્દ્રને ચાર્જ કરો. આ પદ્ધતિનો નીચી અને ઊંચી બંને સપાટીમાં ઉપયોગ કરી શકાય છે.
૦૬ આર્થિક બાબતો અને પ્લોટ વિસ્તરણ

તમારા પ્લોટને ક્યારેય પણ દક્ષિણ-પશ્ચિમ તરફથી વધારવો કે ઘટાડવો ન જોઈએ, તેનાથી માનસિક અવ્યવસ્થિતતા, અકસ્માતથી ઈજા, આર્થિક મુશ્કેલીઓ આવે છે અને સ્થાન કે પ્રતિષ્ઠા ગુમાવવી પડે છે.

આટલું કરો

એક ફૂટ જમીનની અંદર એકબીજાથી ત્રણ ફૂટ એક લાઈનમાં ૯ પિરામિડો ગોઠવો. એ એક સીધી રેખામાં હોવા જોઈએ અને જો પ્લોટ આકારમાં મોટો હોય તો ૯ના ગુણાંકમાં એટલે કે ૧૮, ૨૭, ૩૬ અને તે કરતાં વધુ ગોઠવી શકાય છે.

૦૭ તમારી ઈમારત ક્રિયાશીલતા

તમે જ્યારે તમારી ઈમારતનું બાંધકામ શરૂ કરો ત્યારે તમારે તેની પ્લિન્થ અને કેન્દ્રને ક્રિયાશીલ કરવાં જોઈએ અને જો તમે તમારી ઈમારત પહેલેથી જ બાંધી હોય તો વાસ્તુની ખામીઓને દૂર કરવી જોઈએ.

આટલું કરો

ઈમારતની ક્રિયાશીલતા પ્લોટ જેટલી જ સરળ છે તમારે તમારી ઈમારતનું ગુરુત્ત્વ મધ્યબિંદુ શોધવું જોઈએ અને ઓછામાં ઓછા ૯ મલ્ટિઅર પિરામિડથી તેને ચાર્જ કરવું જોઈએ, જે બીજી કોઈ વાસ્તુ ખામીઓ હોય તો તેને પણ તમે દૂર કરી શકો છો.

૦૮ શક્તિશાળી પ્રવેશ

વાસ્તુ અને ફેંગ શુઈમાં પ્રવેશ એ સૌથી મહત્ત્વનું તત્ત્વ છે. પ્રવેશમાંથી તમામ ઊર્જા વહેતી હોવાને કારણે જો તમે ઈમારત બાંધતા હો તો તમારે તેના પર યોગ્ય ધ્યાન આપવું જોઈએ અને તેને યોગ્ય સ્થાને ગોઠવવું જોઈએ. તમે પહેલેથી અયોગ્ય પ્રવેશદ્વાર સાથે ઈમારતનું બાંધકામ કર્યું હોત તો શું થાત?

આટલું કરો

મુખ્ય કમ્પાઉન્ડ પ્રવેશદ્વારને ચાર્જ કરવા માટે ગેટ પાસેના સ્થંભ પાસે ૯ મલ્ટિઅર પિરામિડના બે સેટ ગોઠવવા જોઈએ. દરવાજાને ચાર્જ કરવા માટે ત્રણ બીમોર પિરામિડને બારણા પર ચોંટાડવા, પરંતુ જો દરવાજો અથવા દ્વારા મોટાં હોય તો ૧૮ કરતાં વધુ પિરામિડોની જરૂર પડે

૦૯ સાથે સંકળાયેલ ફેક્ટરીઓથી રક્ષણ

તમારે તમારી ફેક્ટરી સાથે જોડાયેલ ફેક્ટરીઓથી રક્ષણ આપવું જોઈએ, તેને દીવાલે બનાવીને ભૌતિક રીતે અને વાસ્તવિક રીતે કરી શકાય છે.

આટલું કરો

બાજુમાં કોઈ ક્ષતિવાળી ફેક્ટરી કે કોઈ સ્થળ હોય તો તમારા પ્લોટમાં એક હદ બનાવવી. તેનાથી તમારા પ્લોટ તરફ આવતી નકારાત્મક ઊર્જા અટકશે અને તમારા પ્લોટને રક્ષણ મળશે.

૧૦ વિદ્યુત ક્યારે પણ ઉત્તર-પૂર્વમાં ન હોવી જોઈએ.

તમારા પ્લોટના ઉત્તરપૂર્વ ખૂણામાં કોઈ પણ વિદ્યુત ટ્રાન્સફોર્મર અને જંકશન ના હોય તેની કાળજી રાખવી પણ જો તે પ્રારંભથી જ ગોઠવાયેલાં હોય તો નીચેનો પ્રયત્ન કરવો.

આટલું કરો

ટ્રાન્સફોર્મરની આજુબાજુ ૮ મલ્ટિઅરથી અથવા જમીનની નીચે એક રેખા દ્વારા ઊર્જાને રોકો, જો ટ્રાન્સફોર્મરની ક્ષમતા વધુ હોય તો વધારે પિરામિડોનો ઉપયોગ જરૂરી છે.

૧૧ યંત્ર મજૂર સંવાદિતા

યંત્રોથી ધમધમતી ફેક્ટરીમાં ઘણી યાંત્રિક સમસ્યા અવારનવાર ઊભી થતી હોય છે. નીચે દર્શાવ્યા પ્રમાણે તમે તેમનામાં સંવાદિતા લાવી શકો છો.

આટલું કરો

યંત્ર પાસેથી શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે તેને ગોઠવતાં પહેલાં તેની નીચે પિરામિડો મૂકવા જોઈએ અથવા યંત્ર ગોઠવ્યા પછી મુખ્ય કળ પર મૂકવાં જોઈએ.

૧૨ તમારા મેનેજરની કેબિનને ચાર્જ કરવા

યોગ્ય નિર્ણય લેવા માટે તમે મેનેજરની કેબિનમાં વધારે સંવાદિતાવાળી ઊર્જા લાવી શકો છો.

આટલું કરો

તમામ ઊર્જા કેબિનમાંથી આવે છે, પાયનર્જા પદ્ધતિ દ્વારા તમારે જોઈતી કેબિનને ઊર્જાનો પ્રવાહ આપી શકાય.

૧૩ ઉત્પાદન અને પેદાશ

ઉત્પાદન અને પેદાશ એ દરેક ફેક્ટરીનું હાર્દ છે. એક પરિપૂર્ણ અને વેચાણલાયક ઉત્પાદન મેળવવું એ ખૂબ જ અગત્યનું છે. તમે તમને પિરામિડો દ્વારા ઊર્જાવંત કરી શકો.

આટલું કરો

તમારા ઉત્પાદનમાર્ગ પર અથવા જ્યાં ઉત્પાદન થતું હોય એ સ્થાન પર પિરામિડો ગોઠવવા અને એ પ્રમાણે આજ્ઞાા આપવી.

૧૪ તૈયાર જથ્થાને યોગ્ય જગ્યાએ રાખો

આ તમામ પછી તમારે માલને સારી કિંમતે વેચવો જોઈએ. વાસ્તુ પ્રમાણે તમારો તૈયાર જથ્થો તમારી ફેક્ટરીના ઉત્તર-પશ્ચિમ ભાગમાં હોવો જોઈએ તેથી તમે એક ફેક્ટરીની યોજના કરતા હો તો તમારા તૈયાર જથ્થાની વખાર ઉત્તર-પશ્ચિમમાં હોવી જોઈએ, જો તેમ ન હોય તો તેને વાસ્તવિક રીતે બનાવવી જોઈએ.

આટલું કરો

જો તમારો જથ્થો ખોટા સ્થાને હોય તો કાં તો દીવાલો ઉપર કે જમીનમાં મલ્ટિઅર પિરામિડો ગોઠવીને તેને ખસેડો.

૧૫ ભાગીદારો સાથે સંવાદિતા

જો તમારી ભાગીદારી પેઢી હોય તો તમારે જોવું જોઈએ કે તમામ ભાગીદારો એકબીજા સાથે સંપૂર્ણ સંવાદિતા સાથે કામ કરે.

આટલું કરો

પરિપૂર્ણ સંવાદિતાના હેતુ માટે ખિસ્સામાં કે બેગમાં પાયરા ચિપને મૂકવી અને તેને ચાર્જ કરવી. પેજ ન. ૨૧૨માં બતાવ્યા પ્રમાણે સંવાદિતા યંત્ર પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકાય અથવા વધુ ચોક્કસાઈ માટે બંને ભાગીદારોના ફોટા તેમાં હોય તેવા હાર્મની ૯/૯નો ઉપયોગ કરવો.

૧૬ તમારા માંદા એકમને ફરી શરૂ કરવા

માંદું એકમ ફરી શરૂ કરવા માટે પાયરાવાસ્તુ ચમત્કારિક પરિણામો અર્પણ કરે છે, કારણ કે તે ઈમારતના પ્લોટને પોતાની મેળે વધારે શક્તિ આપે છે.

આટલું કરો

પ્લોટને આઠ દિશાઓથી પિરામિડ યંત્ર દ્વારા એનર્જાઇઝ કરવો એ ખૂબ શક્તિશાળી પદ્ધતિ છે. તમે ૯ અથવા ૮૧ મલ્ટિઅર પિરામિડો દ્વારા અને કેન્દ્ર ક્રિયાશીલ પદ્ધતિ દ્વારા પણ ઈમારતને ક્રિયાશીલ બનાવી શકાય.

સાભાર: સંદેશ

તમારો અભિપ્રાય (Comments)