જેમની ઉંમર થઈ ગઈ હોવા છતાં પણ લગ્નમાં મોડું થઈ રહ્યું હોય તો તેઓને ચોક્કસ ચિંતા રહેતી હોય છે કે તેમના લગ્ન ક્યારે થશે. જો તમારા તમારા લગ્ન થઈ ન રહ્યા હોય કે તમારા યુવાન પુત્ર-પુત્રીના લગ્ન ન થઈ રહ્યા હોય તો તેની માટે કયા કારણો જવાબદાર છે તે પહેલા જાણી લેવું જોઈએ અને ત્યારબાદ તેની માટે જરૂરી ઉપાયો કરવા જોઈએ.
કયા કારણસર થાય છે લગ્નમાં મોડું-
ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે દરેક વ્યક્તિ પ્રયત્ન કરતા હોય છે. લગ્ન લાયક યુવતીના લગ્ન માટે માતા-પિતાને ઘણી ચિંતા હોય છે. જો કોઈ કન્યાના લગ્નમાં મોડું થઈ રહ્યું હોય તો શિવને પ્રસન્ન કરો તેનાથી માતા પાર્વતી પણ પ્રસન્ન થાય છે. શિવપાર્વતીની કૃપા પ્રાપ્ત કરવા માટે સોમવારનો દિવસ શ્રેષ્ઠ રહે છે તે સિવાય વર્ષમાં શિવપૂજાની શુભ તિથિઓ પણ શ્રેષ્ઠ છે.
કયા કારણોસર લગ્નમાં મોડું થાય છેઃ-
-શુક્ર ગ્રહ વિવાહ કર્તા ગ્રહ છે. જો કન્યાનો શુક્ર બળવાન, સ્વગ્રાહી કે ઉચ્ચ હોય તો તેના લગ્ન સમયસર થઇ જાય છે.
-શુક્રની મહાદશામાં પણ વિવાહ કારક યોગ બને છે.
-ગુરુ જો સાતમે સ્થાને હોય કે પછી તેની દ્રષ્ટિ સાતમા સ્થાને પડતી હોય તો વિવાહમાં વિલંબ થાય છે.
-આ સિવાય જો જન્મપત્રિકામાં મંગળ કે શનિ હોય તો પણ લગ્નમાં મોડું થઇ શકે છે.
ઝડપથી લગ્ન ન થતા હોય તો વાસ્તુ પણ જવાબદાર હોઈ શકે કરો આ ઉપાયઃ-
લગ્ન એ જીવનનું સૌથી મહત્વની ક્ષણ હોય છે.જેમાં ઘણીવાર લગ્નમાં અડચણો આવે છે.તેનાં ઘણાં કારણો હોઇ શકે છે.વાસ્તુદોષ પણ તેમાંથી એક કારણ હોઇ શકે છે.જો આ વાસ્તુદોષને દુર કરવામાં આવે તો લગ્નમાં જે અડચણો આવતી હોય તે દુર થઇ લગ્ન જલ્દી થઇ જાય છે.નીચે આવાં જ અમુક વાસ્તુ નિયમો વિશે જાણકારી આપવામાં આવી છે.
1 – જો લગ્ન પ્રસ્તાવમાં જો અડચણો આવતી હોય તો લગ્ન માટે જ્યારે અતિથિઓ ઘરે આવે તો તેમને એ પ્રકારે બેસાડો કે તેમનું મુખ ઘરની અંદરની તરફ રહે તેમને ઘરનાં દ્વાર નાં દેખાઇ દે.
2- જો મંગળ દોષનું કારણે લગ્નમાં વિલંબ થઇ રહ્યો હોય તો તેને તે રૂમનાં દરવાજાનો રંગ લાલ કે ગુલાબી રંગનો રાખવો જોઇએ.
3 – લગ્ન યોગ્ય યુવક –યુવતીનાં રૂમમાં કોઇ ખાલી ટાંકી,મોટું વાસણ બંધ કરીને રાખો.જો કોઇ વસ્તુ ભારે હોય તો તેને ત્યાંથી હટાવી દો.
4 – લગ્ન યોગ્ય યુવક- યુવતી જે પલંગ પર સુતા હોય તેની નીચે લોખંડનો કે વ્યર્થનો સામાન રાખવો નાં જોઇએ.
5 – જો લગ્નનાં પૂર્વે છોકરો-છોકરી જો ઘરનાં સભ્યોની પરનાવગી સાથે મળે તો ત્યાંની બેઠક વ્યવસ્થા એ પ્રકારે કરજો કે તેનું મુખ દક્ષિણ દિશા તરફ નાં હોય.
6 – જો ઘરનાં મુખ્ય દ્વારનાં સમીપે જો વાસ્તુદોષ હોય તો લગ્નની વાત અન્ય સ્થાન પર કરો.
ગુરુવારે કરો ઝડપથી લગ્ન થાય તે માટેનો ઉપાયઃ-
જો કોઈના લગ્નમાં મોડું થઈ જાય તો માતા-પિતાને ચિંતા સતાવવા લાગે છે. એવું નથી કે માત્ર પુત્રીના જ લગ્નમાં મોડું થતા માતા-પિતા ચિંતિત થાય. જો પુત્રના લગ્ન થવામાં મોડું થઈ રહ્યું હોય તો પણ માતા-પિતાને ચિંતા થવી સ્વાભાવિક હોય છે. અહીં અમે કેટલાક એવા ઉપાય બતાવી રહ્યા છીએ જેનાથી લગ્ન આડેની બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
ઉપાયઃ-
-ગુરુવારના શુક્લપક્ષ હોય તે દિવસે સવારે સૂર્ય ઊગે ત્યારબાદ સ્નાન વગેરે કરી પૂજા કર્યા બાદ નવું પીળુ કપડું લો અને તેમાં પીળી ધાતુ(પીત્તળ કે સોનુ), ચણાની દાળ, પીળી મીઠાઈ અથવા પીળો ગોળ, પીળા રંગમાં રંગેલ યજ્ઞોપવિત, પીળા ફૂલ અને હળદરની સાબૂત(આખી) ગાંઠ લઈ બાંધી દો. ત્યારબાદ તેને ઈષ્ટદેવનું સ્મરણ કરી આ પોટલીને ઘરના એવા ભાગમાં રાખો જ્યાં કોઈની નજર ન પડે અને તેને કોઈ અડી પણ ન શકે.
-આ બાબતે કોઈને કંઈ બતાવવું પણ નહીં. દરરોજ આ પોટલીની પૂજા કરતા રહો. જે વ્યક્તિના લગ્ન માટે તમે ઉપાય કરી રહ્યા હોવ, તે વ્યક્તિના લગ્ન થઈ ગયા બાદ આ પોટલી પૂજા કરીને કોઈ પ્રવાહિત જળમાં પ્રવાહિત કરી દો. આ ઉપાયથી લગ્નને લગતી સમસ્યાઓ ઝડપથી દૂર થઈ જશે.
લગ્ન નથી થઇ રહ્યાં ને! દરવાજા પર લાલ રંગ લગાડોઃ-
લગ્ન કે વિવાહનાં સંબંધમાં એક જુની કહેવત બહુ જાણીતી છે કે લગ્નનો લાડવો જે ખાય તે પણ પછતાંય અને જે ના ખાય તે પણ પછતાંય.લગ્ન થાય તો પણ સમસ્યાઓ બની રહે છે અને લગ્ન નાં થતાં હોય તો પણ મુશ્કેલીઓ તેનો પીછો છોડતી નથી.મોટાભાગના લોકોનાં લગ્ન સમય પર થઇ જાય છે, જ્યારે ઘણા લોકોનાં લગ્નમાં ઘણા પ્રકારની સમસ્યાઓ આવે છે જેનાથી વિલંબ થાય છે.
અન્ય દરેક પરિસ્થિતિઓ સામાન્ય રહેવા પર પણ લગ્નમાં વિલંબ થઇ રહ્યો હોય તો સંભવ છે કે તે વ્યક્તિની કુંડળીમાં ઘણાં ગ્રહદોષ છે.જ્યોતિષ અનુસાર જે લોકોની કુંડળી મંગળ ગ્રહથી પ્રભાવિત હોય છે અર્થાત જે લોકો માંગલિક હોય છે તેનાં લગ્ન વિલંબથી થાય છે.
મંગળ ગ્રહનાં દોષોનાં પ્રભાવને ઓછો કરવાં માટે જ્યોતિષમાં ઘણાં ઉપાય બતાવવામાં આવ્યા છે.પરંતુ વાસ્તુ અનુસાર જલ્દી લગ્ન થાય તે માટે અમુક ઉપયોગી ટિપ્સ આપવામાં આવી છે.જે યુવક કે યુવતીનાં લગ્ન નાં થઇ રહ્યાં હોય તેમણે તેમનાં રૂમનાં દરવાજાને લાલ કે ગુલાબી રંગનાં કરાવવાં જોઇએ.મંગળ ગ્રહનો રંગ લાલ પણ છે અને આમ કરવા પર મંગળનાં ખરાબ પ્રભાવો ઓછા થશે અને જલ્દી જ યુવક કે યુવતીનાં લગ્નનાં યોગ બનશે.
અન્ય ઉપાયોઃ-
-રવિવાર, સોમવાર, મંગળવારે પાન અને સોપારી દ્વારા શિવલિંગની પૂજા કરવી અને પાણી ચઢાવવું.
– દરરોજ પાર્વતી માતાનું પૂજન કરવું.
– ગુરુવારનું વ્રત રાખવું.
– પુખરાજ રત્ન ધારણ કરવું.
સાભાર: દિવ્ય ભાસ્કર.
તમારો અભિપ્રાય (Comments)