સર્જરી વિના આ આયુર્વેદિક ઉપાય, ચહેરા ને શરીર પરના મસાથી આપશે છુટકારો

આજકાલની જીવનશૈલી અને બેદરકારીઓને કારણે આપણને અનેક નાની-મોટી સમસ્યાઓ ભોગવવી પડે છે. એમાંય સ્કિન સંબંધી સમસ્યાઓમાં તો સતત વધારો થઈ રહ્યો છો. જેમાં મસા શરીર ઉપર ક્યાંય પણ હોય સુંદરતામાં ગ્રહણ સમાન જ લાગે છે ખાસ કરીને ચહેરા ઉપર ઉપસી આવેલા ઝીણા-ઝીણા અથવા તો મોટા મસા. મસા થવાનું મુખ્ય કારણ પેલીલોમા વાયરસ છે. મસાના વાયરસ શરીરના અન્ય ભાગોમાં ફેલાઇ જઇ શરીરના અન્ય સ્થાનો પર પણ મસા ઉત્પન્ન કરે છે. ત્વચા ઉપર પેપીલોમા વાયરસને લીધે નાના, બરછટ અને કઠોર પિંડ જેવું બને છે. જેને મસા કહેવામાં આવે છે. મોટાભાગે સર્જરી દ્વારા તેને કાઢી નાખવામાં આવે છે. પરંતુ મોટાભાગની સર્જરી બાદ આ મસા ફરી-ફરીને થવાની શક્યતા ઘણી વધારે રહેતી હોય છે.
જો તમે પણ મસાથી પરેશાન હોવ તો તો આજે અમે આયુર્વેદિક પદ્ધતિથી દૂર કરવાના ઉપાય જણાવીશું. જેની કોઈ જ આડઅસર થશે નહીં.

-તાજા અંજીરને મસળીને તેની થોડી માત્રા મસા ઉપર લગાવો. 30 મિનિટ સુધી લગાવીને રહેવા દો. પછી નવશેકા પાણીથી ધોઈ લો. મસા દૂર થઈ જશે.

-બેકિંગ સોડા અને એરંડીનું તેલ સરખી માત્રામાં મેળવીને મસા ઉપર લગાવવાથી મસા ધીરે ધીરે દૂર થવા લાગે છે.

-વડના પાનનો રસ મસાનો ઉપચાર કરવા માટે ખૂબ જ અસરદાર હોય છે. તેના રસને મસાવાળી ત્વચા ઉપર લગાવવાથી ત્વચા સૌમ્ય થઈ જાય છે અને મસા આપમેળે જ પડી જાય છે.

-બટાકાને છોલીને તેનો કટકો મસા ઉપર ઘસવાથી થોડાં દિવસમાં મસામાં ફાયદો થાય છે.

-લીલા ધાણાને પીસીને તેનું પેસ્ટ બનાવી લો અને તેને રોજ મસા ઉપર લગાવો.

-કાચું લસણ મસા ઉપર લગાવીને તેની ઉપર પટ્ટી બાંધી આખી રાત રહેવા દો. આવું એક મહિના સુધી રોજ કરો. મસો ખરી જશે.

-એક ડુંગળીનો રસ કાઢો. આ રસને નિયમિત રીતે દિવસમાં એકવાર મસા ઉપર લગાવો. તેના ઉપાયથી મસાની સમસ્યા દૂર થઈ જાય છે.

-ખાટ્ટા સફરજનનો જ્યૂસ કાઢો. દિવસમાં એકથી ત્રણવાર મસા ઉપર લગાવો. મસા ધીરેધીરે ખરવા લાગશે.

-ચહેરાને સારી રીતે ધોઈ લો અને કોટનને સિરકા(વિનેગર)માં ભિંજવીને તલ-મસા ઉપર લગાવો. દસ મિનિટ પછી ગરમ પાણીથી ચહેરો ધોઈ લો. થોડા દિવસમાં જ મસા ગાયબ થવા લાગશે.

-મસાથી ઝડપથી છુટકારો મેળવવા માટે તમે એલોવેરાના જેલનો પણ ઉપયોગ કરી શકાય છે.

– ફ્લાવરનો રસ કાઢી મસા પર ૧૦થી 15 મિનિટ સુધી ઘસો. આ પ્રયોગથી પણ મસામાં ખૂબ ફાયદો થશે.

-તાજો મોસંબીનો રસ મસા ઉપર લગાવો. એક દિવસમાં 3 કે ચાર વાર લગાવો, મસા ધીરે-ધીરે ગાયબ થવા લાગશે.

-કેળાની છાલને અંદર તરફથી મસા ઉપર રાખીને એક પટ્ટીથી બાંધી લો. એમ દિવસમાં બે વાર કરો અને રોજ કરતા રહો. જ્યાં સુધી મસા દૂર ન થાય ત્યાં સુધી કરો. ફાયદો થશે.

-મસા ઉપર નિયમિત રીતે ડુંગળી મસળવાથી પણ મસા ગાયબ થઈ જાય છે.

સાભાર: દિવ્ય ભાસ્કર

તમારો અભિપ્રાય (Comments)